સંગિત અને નૃત્ય માનવીને પોતાનામાં જ લીન કરતું ખૂબ જ મનભાવન પરિબળ છે. પોતાની કૃતિ-પોતાને જ આનંદ આપે અને બાળક પોતે સાહજિક્તાથી પોતાની શક્તિને વિક્સાવી શકે તથા અન્યો સામે તેને રજૂ કરી શકે એ હેતુથી શાળામાં જ ભારતનાટ્યમનાં વર્ગો.
સાંસ્કૃતિક પ્રવૃતિ
સફળ શિક્ષણકાર્યની સથોસાથ બાળકોની અંદર રહેલી અભિભૂત શક્તિઓને વાસ્તવિક રૂપમાં બહાર લાવવા, શીલ અને સંસ્કારોનું સિંચન કરવા, ભારતની ભવ્ય સાંસ્કૃતિક અસ્મિતાને જાળવી રાખવા તથા આપણા ઈતિહાસનું ગૌરવ વધારવા સષ્ટ્રીય કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સમયાંતરે શાળામાં સહેતુક આયોજન.
શારીરિક કેળવણી
આધુનિક વિશ્વમાં દરેક બાળક કરાટે, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ખોખો જેવી કૌશલ્ય પ્રેરક રમતો વડે પડકારરૂપ વાસ્તવિક યુગની ગતિવિધિઓથી પરિચિત બને, શારીરિક સૌષ્ઠવ કેળવાય, આત્મવિશ્વાસ વધે, અસામાજીક તત્વો સામે પડકાર ઝીલવાની હિંમત વધે તથા મનોબળ મક્કમ થાય એમાટે શાળામાં સ્પેશ્યલ કોચ દ્વારા વિવિધ રમતોની તાલીમ.
મૂલ્યવર્ધક પરીક્ષા
ચોક્કસ સમયાંતરે બાળક વર્ગખંડમાં વિવિધ કસોટી અને પરીક્ષામાંથી પસાર થાય છે જેથી વર્ગખંડનું આંતરિક શૈક્ષણિક વાતાવરણ સ્પર્ધાત્મ બને છે. ઉચ્ચત્તમ સફળતા મેળવવાના હેતુને સિદ્ધ કરવા સાપ્તાહિક કસોટી, માસિક કસોટી, સામાયિક કસોટીઓ તો નિયમિત લેવાય જ છે. ઉપરાંત જે તે વિષયની બાહ્ય પરીક્ષાઓમાં ફરજિયાત ભાગ લેવડાવવા પ્રેરણાત્મક પ્રયત્નો કરવામાં આવે છે.
ગોકુળ અષ્ટમીની ઉજવણી
શ્રી કૃષ્ણે કહ્યુ છે કે યદા યદા હી ધર્મસ્ય.....સંભવામિ યુગે યુગે. શ્રી કૃષ્ણનો આ કોલ વિદ્યાર્થીઓ યાદ રાખે- ધર્મ પરાયણ બને, ઈશ્વરમાં શ્રદ્ધા રાખે.
રક્ષા બંધનની ઉજવણી
શાળાના દરેક વિદ્યાર્થીમાં વિદ્યાર્થીને મદદ કરવાની ટેવ વિક્સે તેમના પ્રત્યે માનની લાગણીથી જુએ તથા ભાઈ-બહેનની ભાવનાથી રહેતા શીખે અને સંયમી બને.
ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
ગુરૂ અને શિષ્યનો અજોડ નાતો કેળવાયેલો રહે - ગુરૂ પ્રત્યે માનની ભાવના રહે અને ગુરૂપૂજનના સંસ્કાર આવે.
પ્રવાસ
શૈક્ષણિક પ્રવાસ દ્વારા બાળકો પ્રકૃતિ વિશે જાણે અને તેના સર્જનનું મહત્વ સમજે એ હેતુસર શાળામાંથી દર વર્ષે પ્રવાસનું આયોજન.
દિવાળી
પર્વૉનો રાજા-દિવાળીની ઉજવણીથી ઉત્સાહ અને નવા વર્ષને વધાવવાનો થનગનાટ.
વિશેષ પુરસ્કાર
દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઈનામ. ધો.-૭ થી ૧૧ માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની આખા વર્ષની શિક્ષણ ફી માફ. ધો.-૧૦ અને ધો.-૧૨ બોર્ડની પરીક્ષામાં ૭૦ ટકા થી વધુ ગુણ મેળવનારને ગોલ્ડ, સીલ્વર મેડલથી સંસ્થા દ્વારા સન્માનિત કરી ઉત્સાહ વધારવાના પ્રયત્નો કરાય છે.