ફોર્મ ઉપર યોગ્ય જગ્યાએ બાળકોનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચૌંટાડવો.
•
નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે જન્મના દાખલાની એક નકલ પ્રવેશ ફોર્મ સાથે જોડવી તથા જન્મનો સુધરાઈનો અસલ દાખલો અવશ્ય સાથે લાવવો.
•
ઉપરોક્ત તમામ વિગતો સાથે બાળકને લઈને માતા-પિતાએ તા. ............... વાર...............ને............... કલાકે રૂબરૂ મુલાકાત માટે શાળામાં આવીને સૌ પ્રથમ પ્રવેશ પત્ર ચેક કરાવ્યા બાદ સૂચના મળે તે મુજબ બાળક સાથે રૂબરૂ મુલાકાત માટે આવવાનું રહેશે.
•
બાળક તથા માતા-પિતા સાથે રૂબરૂ મુલાકાત બાદ જો તેના પ્રવેશના ધોરણો સંતોષાતા હશે તો શાળામાં વર્ગ સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવશે.
•
પ્રવેશ મળ્યાની જાણકારી માટે તા. ............ના રોજ શાળાના નોટીસ બોર્ડ પર મુકનાર પ્રવેશ યાદીમાં જોઈને તેમાં દર્શાવેલ સૂચના મુજબ ફી ભરવા અંગે સમયસૂચકતા રાખી ફી ભરવી. સમયસર ફી નહીં ભરનાર વાલી પોતાના બાળકનો પ્રવેશ આ શાળામાં લેવા માંગતા નથી તેમ સમજી પ્રવેશ રદ કરવામાં આવશે. ફી ભરવા સમયે બાળકના જન્મનો અસલ દાખલો શાળામાં જમા કરાવવાનો રહેશે.
•
પ્રવેશ યાદીમાં આપના બાળકનું નામ ન હોય તો તેમને પ્રવેશ મળ્યો નથી તેમ સમજવું. પ્રવેશ માટે અન્ય રીતે પ્રયત્ન કરવો નહીં.