spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya

Home > Facilities

Facilities
bullet શાળાની સુવિધાઓ
 
મકાન
શાળા હવા ઉજાસની સારી સગવડ ધરાવતા મકાનની મૂળભૂત સગવડથી સુસજ્જ છે. શાળા મકાનમાં પ્રવેશવા માટે ચાર મોટા પ્રવેશ દ્વાર છે. વિશાળ લોબી અને મકાનમાં બન્ને બાજુ જરૂરિયાત મુજબના દાદરની વ્યવસ્થા છે. શાળાના ઓરડા હવા-ઉજાસવાળા અને વિશાળ છે. લોબીમાં કંડારાયેલા મહાપુરુષોની છબીઓ કે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં સુસંસ્કાર, માનવતા, દેશભક્તિ જેવા ગુણોનું સિંચન થઇ શકે છે.
 
મેદાન
બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમતના વિશાળ મેદાનમાં બાળ ક્રિડાંગણ જેમાં હિંચકા, લપસણી જેવા બાળલક્ષી રમતોના સાધનોની સગવડ સાથે નયનરમ્ય વાતાવરણ.
 
પુસ્તકાલય
શાળાનું સમૃદ્ધ પુસ્તકાલય જેમાં સંદર્ભ-પુસ્તકો, સ્વઅધ્યયન પોથી, વાર્તાપોથી, મહાન પુરુષોના જીવનચરિત્રો, નવલકથાઓ, નાટકો, ઉત્તમ કવિતાઓ, પ્રેરક પ્રસંગો, સુવિચાર સંગ્રહો વગેરે બાળકોની વયકક્ષાને અનુરૂપ વાચન સામગ્રીનો સમાવેશ.
 
ચિત્રકલા ખંડ
જીવનમાં 'કળા' પણ આગવું-મહત્વનું સ્થાન ધરાવે છે. બાળક માટે બિંદુ, રેખા, આકાર કલાતત્વ પામવાની ક્રમિક સીડી છે, વિદ્યાર્થીઓને શાળામાં યોગ્ય માર્ગદર્શન અને તેઓની કળાને વિકસાવવા માટે જરૂરી સગવડ મળી રહે એ હેતુથી યોગ્ય ફર્નિચર સાથેના ચિત્રકલા ખંડની વ્યવસ્થા.
 
પ્રયોગશાળા
ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની વિશાળ તથા સ્વતંત્ર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના અદ્યતન સાધનોથી સુસજ્જ પ્રયોગશાળા. પ્રત્યક્ષ પ્રયોગોથી વિદ્યાર્થીઓમાં સ્વયં કામ કરવાની આવડતનો વિકાસ થાય, તર્કશક્તિ વિક્સે કે જેના વડે બાળક કુદરતી પ્રક્રિયામાં છૂપાયેલા સત્યનો અનુભવ કરી શકે તે માટે ધોરણ-૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રયોગ કરવા પ્રેરણા તથા સગવડ પૂરી પડાય છે.
 
કમ્પ્યુટર લેબ
કમ્પ્યુટરની મદદથી ઝડપી શિક્ષણ મળે અને બાળકો કમ્પ્યુટર મારફતે સર્જનાત્મક એનીમેશનના સાધનો વડે વિદ્યાયક શિક્ષણ મેળવી શકે એ હેતુથી શાળામાં સ્વતંત્ર, વિશાળ કમ્પ્યુટર લેબની સગવડ ઉપલબ્ધ છે, પ્રાથમીક તબક્કામાં જ શિક્ષણની આ આદર્શ પદ્ધતિ બાળકોનાં મનમાં વસી જાય છે. જેથી તેઓ કોઇપણ પ્રકારના ડર સિવાય સુખરૂપ શિક્ષણની આ પ્રક્રિયાનો લાભ લે છે અને તેઓ સ્વૈચ્છિક રીતે શિક્ષણ તરફ વળે છે.
 
પ્રોજેક્ટર ખંડ
આપ સૌ એ બાબતથી માહિતગાર છો કે સાંભળેલી વાત કરતા પ્રત્યક્ષ જોયેલું દ્રશ્ય માનસપટ પર કાયમી છાપ પેદા કરે છે. પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે, બાળકની યાદ શક્તિમાં વધારો થાય છે અને શિક્ષણના કઠિન મુદાઓને સરળતાથી સમજી શકાય છે. તેથી જ સંસ્થા દ્વારા બાળ વિભાગથી ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા ગુજરાતી, ગણિત, પર્યાવરણ, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન જેવા વિષયો શિખવવામાં આવે છે.
 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter