spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya

Home > Latest Methods Of Teaching

Latest Methods Of Teaching
શિક્ષણ પધ્ધતિ
 
અહીં શાળાકીય વાતાવરણ બાળકને શૈક્ષણિક તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થાય છે. અમારી શાળા એ અંગે જરૂરી તમામ શૈક્ષણિક સુવિધાઓ ધરાવે છે. અમો બાળકની રસરૂચિમાં ઉત્તરોઉત્તર વધારો થાય અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તે પોતાની કારર્કિદી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ છીએ.
આજે મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રીઓએ સ્વીકાર્યુ છે કે, બાળકના જન્મથી ૬ વર્ષની ઉંમરનો ગાળો તેના ઘડતર માટે સહુથી અગત્યનો સમયગાળો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળશિક્ષણનું અતિ મહત્વનું સોપાન છે. જુદા જુદા બાળકોને એમની રીતે સમજી એના સંસ્કાર ઘડતરનો પાયો બાલમંદિર દ્વારા જ નાખી શકાય છે.
 
કાર્ય પદ્ધતિ
બાળમંદિરનું મુખ્ય કાર્ય બાળકના સામાજીકરણ તથા ઈંદ્રિય વિકાસનું છે. સ્પર્શ, શ્રવણ, દ્રશ્ય, સ્વાદ અને ગંધ દ્વારા એ વિવિધ વસ્તુઓ અને વ્યક્તિઓનો પરિચય પામતુ થાય,જવાબદારીનું ભાન વધે, વિવેક શક્તિનો વિકાસ થાય અને પોતાની લાગણીઓને સંયમમાં રાખતા શીખે એ ઉદેશને ધ્યાનમાં રાખીને શાળામાં બાળકના ઉછેર અને શિક્ષણ અંગે અનેક વિચારો, વાતો, ગુણવત્તા સભર સાધન-સામગ્રી, રીતો અને પદ્ધતિઓ દ્વારા તથા અનેકવિધ ઉપકરણો તથા દ્રશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા 'સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે રમઝમ' એ જૂની કહેવતને નામશેષ કરીને મોન્ટેસોરી પદ્ધતિને અનુસરીને વિવિધ શૈક્ષણિક સાધનોના ઉપયોગ અને પ્રવૃત્તિ દ્વારા બળકોને કેળવાય છે.
અહીં બાલમંદિરમાં નાનાં નાનાં ભૂલકા કિલ્લોલ કરે છે, શિક્ષકો તેમની સાથે રમે છે, ગાય છે અને બાળકના આનંદને અવરોધ્યા વિના તાલિમ પામેલા, અનુભવિ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાય છે. બાળક ગમે તેટલા તોફાની હોય છતાં તેને પ્રેમથી શીખવી શકાય તેટલી ક્ષમતા આ પદ્ધતિ દ્વારા અમો વિક્સાવી શકયા છીએ. બાળક પાસે પ્રેમાળ વાતાવરણમાં કોઇપણ કાર્ય સરળતાથી કરાવી શકાય છે. એટલે જ અમો બાળકો પાસે પ્રેમ થકી જ વિશ્વાસ સંપાદન કરીએ છીએ જે પ્રયત્નોને સફળતા તરફ દોરી જાય છે.
 
અનુભવનું પ્રત્યાર્પણ
શાળાનું સંચાલક મંડળ વર્ષોથી શહેરની પ્રતિષ્ઠિત શાળામાં શ્રેષ્ઠ સંચાલનનો અનુભવ ધરાવે છે. અહીં શાળાના અધિકારી દ્વારા શિક્ષકોને મોડેલ પાઠ બતાવી તેમની કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લાવવાનો સતત પ્રયત્ન કરાય છે.
 
વિશેષતા
વિદ્યાર્થીની બુદ્ધિકક્ષા અને ક્ષમતા પ્રમાણે વર્ગ વિભાજન કરીને તે અનુસાર વર્ગશિક્ષણની ગતિ અને પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓને શાળા સમય બાદ વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. ધો.-૧૦ તથા ધો.-૧૨ ના વિદ્યાર્થીઓને વેકેશન દરમ્યાન વિશેષ વર્ગો ચાલુ રાખી સમયસર અભ્યાસક્રમ પૂર્ણ રીતે શીખવી શકાય તેવું આયોજન કરવામાં આવે છે.
 
વિષયો
શાળામાં બાળકને ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, સમાજવિદ્યા, સંગિત, કમ્પ્યુટર, શારીરિક કેળવણી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ઉપરાંત ડાન્સ, કરાટે, એરોબિક્સ, પ્રોજેક્ટ વર્ક જેવા વિષયોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે.
   
 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter