History of School

અજાતશત્રુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર સેવા તથા સમાજ સેવાના શુભ ઉદ્દેશ્યથી શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સ્થાપના તા.૫-૨-૧૯૭૭ના રોજ કરવામાં આવી. ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સ્વપ્ન સાકાર કરી શકાય તેવા હેતુઓ નક્કી કરવામાં આવ્યાં.

ટ્રસ્ટનાં હેતુઓ
• કેળવણી વિષયક પ્રવૃત્તિઓ કરવી.
• વૈદકીય રાહત અંગેની પ્રવૃત્તિઓ કરવી.
• લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી.
• કુદરતી આફત સમયે લોકોની મદદ કરવી.
• શાળા માટે નક્કી કરેલા વિશેષ નિયમો
• પ્રવેશ સામે કોઈપણ પ્રકારનું ડોનેશન ન લેવું.
• દરેક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા રાખવી.
• સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવું ફીનું માળખું.
• જરૂરી લાયકાતવાળા, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ.
• શાળાના કર્મચારીગણ ને સરકારી ધારા ધોરણ મુજબ પૂરતો પગાર.

ટ્રસ્ટનો ઉપરોક્ત હેતુઓને પાર પાડવા તથા માનવસેવા એ જ પ્રભુસેવાની ઉદાત્ત ભાવનાથી તા.૨૮-૦૬-૧૯૯૩ના રોજ શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ગુ.હા.બોર્ડ, પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત ખાતે શ્રીમતી ડી.આર.રાણા વિદ્યાસંકુલનું ભવન ઉભું થયું. એ સાથે જ ટ્રસ્ટીશ્રીઓએ મધ્યમ વર્ગના બાળકો શાળામાં પ્રવેશ મેળવીને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી શાળાની શરૂઆતથી જ કેટલાંક વિશેષ નિયમો નક્કી કર્યા. જેને આજ પર્યંત વળગી રહ્યા છીએ.



Go To Top