Founder

એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય


માતા રામપ્યારી તથા પિતા ભગવતીપ્રસાદ ઉપાધ્યાય સુપુત્ર દીનદયાળ ઉર્ફે ‘દિનો’ નો જન્મ વિક્રમ સંવત 1973 ના આસો વદ તેરસ ( ધનતેરસ ) ના પવિત્ર દિને થયો. ધનતેરસે જન્મેલ પરંતુ સરસ્વતીના ઉપાસક દીનદયાળ ઉપાધ્યાયનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. છતાં હસતાં મોઢે મુશ્કેલીઓને પાર કરી સિધ્ધિ મેળવી હતી.

તેમણે બી.એ. બી.ટી. (આજ નું બી.એડ) ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર અજમેર બૉર્ડમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પિલની બિરલા કોલેજમાં અભ્યાસ કર્યો હતો . અને દરેક વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી બિરલાજીના હસ્તે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન માટે પણ પ્રેરણારૂપ છે.


તેમણે ઈ.સ. 1951ની 21મી સપ્ટેમ્બરે જનસંઘની સ્થાપના કરી. તેના પ્રદેશ મંત્રી બન્યા. 1952 થી 1967 સુધી જનસંઘના અખિલ ભારતીય મહામંત્રી રહ્યા. 11મી ફ્રેબ્રુઆરી 1968 ના રોજ મુગલસરાય સ્ટેશનથી તેમનો મૃતદેહ મળ્યો. તેમની હત્યા થઈ હતી. પરંતુ આજે પણ તેમની હત્યનું રહસ્ય વણઉકેલ્યુ છે.

તેઓ કહેતા હતા કે શરીરના વિવિધ અંગો ઉપરાંત પેટ, તેના ઉપર હૃદય અને તેની ઉપર મગજ છે. તેને પણ પોષણ જોઈએ. હૃદય પાસે લાગણી અને મગજ પાસે વિચાર શક્તિ છે. તેમ સમાજમાં દરેક વર્ગના લોકોમાં કંઈને કંઈ ખૂબી છે. સોનું સરખું મહત્વ છે. એકાત્મ માનવતાવાદના પ્રણેતા સ્વ માટે નહીં પરંતુ સવૅ માટે, રાષ્ટ્ર માટે જીવન અર્પણ કરનાર મહાન વિચારક તથા ચિંતક, અજાતશત્રુ શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાય પરિશ્રમ, ત્યાગી, પ્રામાણિકતા, સચ્ચાઈ, સાદગી જેવાં ગુણોથી ઓપતા હતા.

માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપનાર પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય નું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાનું અવિરત કિરણ બની રહ્યું છે. તેઓ દરેકના હૃદયમાં સદાય અમર રહેશે.

સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સ્વ. મા. શ્રી કાશીરામભાઈ રાણા


સમય કેવો જડપથી વહી ગયો છે, સદ્ગગત આત્માના સ્મરણો ક્યાં ભૂલાય છે. એ ગોઝારા દિવસે અમોને ક્યાં ખબર હતી, પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

આજે ભલે નથી નજર સામે, તમે ઓ દિવ્યાત્મા, શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના. છતાં સ્મૃતિ-મુર્તિ તમારી બિરાજતી અમ હૃદય મંદિરમાં લાગ્યાં કરે, તમે છો અંહી જ કંઇક આસપાસમાં.


Go To Top