Shri Fakirbhai Chauhan
President
Shri Narottambhai Patel
Trustee
Shri Naleenbhai Desai
Trustee
Smt. Snehlataben Chauhan
Trustee
Shri Dipakbhai Rana
Trustee
Shri Vijaybhai Rana
Trustee
Shri Piyushbhai Desai
Trustee
ટ્રસ્ટનાં હેતુઓ
• કેળવણી વિષયક પ્રવૃત્તિઓ કરવી.
• વૈદકીય રાહત અંગેની પ્રવૃત્તિઓ કરવી.
• લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી.
• કુદરતી આફત સમયે લોકોની મદદ કરવી.
• શાળા માટે નક્કી કરેલા વિશેષ નિયમો
• પ્રવેશ સામે કોઈપણ પ્રકારનું ડોનેશન ન લેવું.
• દરેક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા રાખવી.
• સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવું ફીનું માળખું.
• જરૂરી લાયકાતવાળા, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ.
• શાળાના કર્મચારીગણ ને સરકારી ધારા ધોરણ મુજબ પૂરતો પગાર.
શાળાની શરૂઆત
ટ્રસ્ટનો ઉપરોક્ત હેતુઓને પાર પાડવા તથા માનવસેવા એ જ પ્રભુસેવાની ઉદાત્ત ભાવનાથી તા.૨૮-૦૬-૧૯૯૩ના રોજ શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ગુ.હા.બોર્ડ, પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત ખાતે શ્રીમતી ડી.આર.રાણા વિદ્યાસંકુલનું ભવન ઉભું થયું. એ સાથે જ ટ્રસ્ટીશ્રીઓએ મધ્યમ વર્ગના બાળકો શાળામાં પ્રવેશ મેળવીને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી શાળાની શરૂઆતથી જ કેટલાંક વિશેષ નિયમો નક્કી કર્યા. જેને આજ પર્યંત વળગી રહ્યા છીએ.
શાળાના હેતુઓ તથા વિશિષ્ટતાઓ
નો-ડોનેશન શાળામાં બાળકના પ્રવેશ સામે ડોનેશન (દાન) લેવામાં આવતું નથી. અમો પ્રમાણિક્તાના સંસ્કાર આપવા માંગીએ છીએ. પ્રવેશ સામેનાં ફરજિયાત દાનને બાળક સોદો/લાંચ સમજે છે. જેથી બાળકમાં શરૂઆતથી જ પ્રમાણિક્તાના બીજ રોપાય છે. અને બાળકમાં નૈતિક મૂલ્યો કેળવી શકાતા નથી. બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય એ હેતુથી સૈધ્ધાંતિક રીતે પ્રવેશ સામે ફરજિયાત દાન ન લેવાનો અમારો નિર્ણય છે તેમજ તમામ સ્તરે પ્રામાણિક્તા સેવાય તે માટે અમો પ્રતિબદ્ધ છીએ.Mission and Vision
વર્ગમાં મર્યાદિત સંખ્યા બાળક માટે સ્વતંત્રતા અને શિસ્ત બંન્ને જરૂરી છે. તેની સ્વતંત્રતા છીનવાય ન જાય, તે શિસ્ત-પ્રિય બને, વર્ગકાર્ય સરળતાથી કરાવી શકાય, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય અને શિક્ષણની ગુણવત્તા ઊંચી લઈ જઈ શકાય એ હેતુથી બાળ મંદિર / પ્રાથમિકમાં વર્ગદીઠ-૪૫ અને માધ્યમિક વિભાગમાં વર્ગદીઠ-૫૦ વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી એ અમારો દ્રઢ નિશ્ચય છે.
શિક્ષકને પૂરતો પગાર ગુણવત્તાવાળું શિક્ષણ માત્ર ગુણવત્તાવાળા શિક્ષકો જ પૂરું પાડી શકે. શિક્ષકોને પોતાની જાત માટે ઊંચો આદર થાય, તેના વ્યવસાયથી જરૂરિયાતો પરિપૂર્ણ થાય, નિષ્ઠાથી કાર્ય કરે, ટ્યુશનની બદીઓથી દૂર રહી ફરજ એ જ દેવત્વ સમજે તેમજ અસરકારક શિક્ષણ પુરુ પાડવા માટે જરૂરી તમામ જ્ઞાન સંપન્ન અને સુસજ્જ શિક્ષણના પાયારૂપ શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ એના પડછાયા બનીને તેને અનુસરે એ હેતુથી શાળામાં શિક્ષકોને સરકારી ધારા-ધોરણ મૂજબ પૂરો પગાર આપવાની અમારી નેમથી અમો ચલિત થયા નથી.